તલવારની ધાર પર ચાલીને જીવન,
પસાર કર્યું છે મને જીવતાં આવડે છે.
ગુલાબી પ્રેમ મને નો આવડે મને તો જોહર
ના પવિત્ર અગ્નિકુંડમાં બળતા આવડે છે.
સલાહ ના આપશો કોઇ મને જીવન કેમ જીવવું મારે,
અવસર મળે તો આયખું ઉજળું કરીને મરતા આવડે છે.
વગર વાંકે કોઇ આંગળી ચીંધે મને,
તો યુદ્ધના મેદાન માં લળતા આવડે છે.
મૃત્યુ નો ડર નથી અમને કારણ માથા દઈને,
બા અને બાપુની પદવી મેળવી છે અમે.
જો કોઇ અમારા સ્વમાન પર વાર કરશે,
તો માથા ધડ થી અલગ કરતાં આવડે છે.
✍️ચૌહાણ સુરજબા "આર્ય "
જય રાજપુતાના