..." ફાગણીયો ખીલ્યો ફાગમાં રે "
ફાગણીયો ખીલી રહ્યો ફાગમાં રે.
ફૂલડાંઓ ઝૂમી રહ્યાં બાગમાં રે.
મ્હોર મ્હોરી આંબાની ડાળે લચે ને,
આજ ટહુકી કોયલ અહીં રાગમાં રે.
ભેરુબંધ રમે આજ હોળી ગુલાલે,
ભેરુ લાગે સોહામણાં, દાગમાં રે.
પ્રેમ રંગમાં રંગાઈ ને રંગુ એનેય,
આજ આયાં સાજન હવે લાગમાં રે.
"વ્યોમ" સોંપી ખુદને પછી રંગઇ જવું-
પણ નથી હોતું સૌના એ ભાગમાં રે.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.