ભક્તિની શક્તિનો મહિમા ગાતી,
પ્રકાશથી ઝળહળી ઉઠતી રાત્રિ.
આવી હોળી.. આવી હોળી..
ખજૂર, શ્રીફળ ને ધાણીની,
સૌ જમાવશું મહેફિલ મળી.
આવી હોળી.. આવી હોળી..
અબીલ ગુલાલ ને પિચકારીની,
અગાઉથી કરી લ્યો તૈયારી.
આવી હોળી...આવી હોળી..
ખુશીઓના રંગે સૌને રંગતી,
હષોર્લ્લાસથી સૌને ભીંજવતી.
આવી હોળી...આવી હોળી..
#Holi