ફાગણ આંગણ લાવ્યો તહેવાર હોળીનો.
ઉત્સાહ કેટલો જગાવ્યો તહેવાર હોળીનો.
કસોટી પ્રહલાદની સત્યના એરણે ચડતી,
હિરણ્યકશિપુને હંફાવ્યો તહેવાર હોળીનો.
સંગ લઈ પ્રહલાદ હોલિકા ચિત્તામાં બેસેને,
ગોદમાં પ્રહલાદ બેસાડ્યો તહેવાર હોળીનો.
બળીને રાખ થઈ ગઈ હોલિકા આસુરીવૃત્તિ,
હેમખેમ બાળકને બચાવ્યો તહેવાર હોળીનો.
સત્યનો થયો વિજય આખરે હરિ હાજર થૈ,
થયો જાણે અસુરનો સફાયો તહેવાર હોળીનો.
વાળ ન વાંકો થયો પ્રહલાદનો અગન રહી દૂર,
રંગગુલાલે સહુએ મનાવ્યો તહેવાર હોળીનો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.