વાત એ સમયની યાદ કરવી છે..
જયારે દૂર દૂર પાણી ભરવા જવું પડતું,
એક ગામથી બીજે ગામ ગાડામાં મુસાફરી કરવી પડતી,
જનની જો દીકરી જણે તો દૂધ પીતી કરાતી,
ઘરના આંગણા એટલા મોટા હતા કે, પરિવાર સાથે ગાય ભેંશ સચવાતા,
દીકરી આંખના ઈશારે રહેતી અને દીકરો બાપનો પડ્યો બોલ જીલતો,
તાર થી દૂર રહેતા પ્રિયજનના સમાચારની કાગડોરે રાહ જોવાતી,
બે ચોપડી ને એક પેન થી શિક્ષણ મળતું સંગાથે મર્યાદાને સંસ્કારનુ આચરણ મળતું,
ઓસડિયાં ઘરના જ લેવાતા લોકો બીમાર ભાગ્યે પડતા,
વીત્યું ઘણું.. બદલાવ આવ્યા ઘણા.. કેટલાક બદલાવ જિંદગી તારી ગયા તો કેટલાક તારીમારી વધારી ગયા!
વાત એ સમયની બસ હવે વાતમાં જ રહી.
-ફાલ્ગુની દોસ્ત