કાપડની થેલી કે ટીનની ટકડીમાં ભાગપેટી સાથે
ચારેય ખૂણેથી ચવાયેલી
અને બધા ખૂણેથી નિકળતા તાંતણા ને સાચવવા પડે એવી
અને ભીના કપડાથી બહુ વખત લૂછતાં
વચ્ચે વચ્ચેથી ઉપસેલી તિરાડો સાથેની પાટી
અને એમાં
વચ્ચે + આકારે ખાનાં કરી
એમાં ૧,૨,૩,૪ એકડા
વારંવાર ઘૂંટતા રહેતી પેનની પેટી
( જેમાં અડધાથી વધુ પેન
જાતે ખાવાનો વણલખ્યો નિયમ)
...
અત્યારે
sophisticated fully equipped school bag
સામે યાદ પણ આવી જાય તો
તમારામાં હજુ સુધી સુંદર અને નાદાન બાળક જીવે છે.
આનંદો!
... Abhipsha...