Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના રહે કશી ફરિયાદ, મનને જો મનાવી શકો.
ના રહે કશો વિષાદ, મનને જો મનાવી શકો.

દ્વંદ્વ જગતના આખરે નિષ્પન્ન થતા મન થકી,
પરમેશને પહોંચે સાદ, મનને જો મનાવી શકો.

वसुधैव कुटुम्बकम् ચરિતાર્થ થઈ શકતું સહજ,
ના રહે પછી વાદવિવાદ, મનને જો મનાવી શકો.

મતભેદ, મનભેદ વિરમતા મન જો લ્યે સ્વીકારી,
ના રહે શબ્દોનો ઉન્માદ, મનને જો મનાવી શકો.

બંધન, મોક્ષનું કારણ આખરે મનને જ સમજવું,
આટલું રહી જાય જો યાદ, મનને જો મનાવી શકો.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111913641
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now