બે વરસની બરાબર વચ્ચે રહે છે ' પડતર દિવસ '
લોકોના ક્યાં સદા દિલમાં રહે છે ' પડતર દિવસ '
એક હાથે વીતેલાં વરસને એ વિદાય આપે જાણે,
બીજા હાથે નવાં વરસને સત્કારે છે ' પડતર દિવસ'
રખેને જોડતીકડી એ બની જાય છે બે વર્ષો તણી,
રિક્તતાથી પાકી મિત્રતા એ કરે છે ' પડતર દિવસ'
"रुकावट के लिऐ खेद है"નું પાટિયું ગળામાં રાખીને,
અતીત અને ભાવિનું ઐક્ય બતાવે છે ' પડતર દિવસ'
એને નકામો ના સમજો મધ્યમમાર્ગનો છે હિમાયતી,
ગઈકાલને આવતીકાલને મળાવે છે ' પડતર દિવસ'
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.