અંધારી રાતે કેમ સપનાં જીદે ચડ્યાં છે,
આંખોને વરસવાના એંધાણ જડ્યાં છે.
ભીંજાયેલા એ ઓશિકા એ સવાલ પૂછ્યો,
મારા સિવાય કેટલાં અરમાન પલળ્યા છે.
ધૂંધવાઈને ઘુંધળા લાગે અંગારા વિશ્વાસના,
ભીની મોસમમાં પણ હૃદય તો સળગ્યા છે.
રાત હોય કે દિવસ,શું ફરક પડે છે એક પળનો,
દરેક શ્વાસના હિસાબ કરનાર અમને મળ્યા છે.
આવી ગઈ સવાર પણ અંતરના ઉજાસ ન થયા,
પૂરી રાત એકીટશે જાગીને અમે સિતારા ગણ્યા છે.
રાતને શું દોષ દેવો અહી તો જીવન અંધિયારું છે,
કોણ કેટલું ડરામણું, એ જ સવાલ સળવળ્યા છે.