Quotes by Dipali Kothiya in Bitesapp read free

Dipali Kothiya

Dipali Kothiya

@dipalikothiya483gmail.com135912


સમય વીતે ન રૂઝે એવો કોઈ ઝખમ નથી,
સમય થી સારો દર્દ ભૂલવાનો મલમ નથી.
જે સમય સારો મળ્યો દિલમાં સંઘરી રાખો,
મરજીથી લખાય સમય પાસે એ કલમ નથી.

Read More

એ સુની સાંજના આથમતા અજવાળા,
સંધ્યાના રંગો કેવા ખીલતા હોય રૂપાળા.
રાત પણ ઉંબરે ઊભી રાહ જુએ આગમનની,
કુદરતે કેવા બાંધ્યા છે પ્રેમનાં સંબંધ નિરાળા.

-Dipali Kothiya

Read More

શું સપનાંઓ પણ મીઠાં હોય છે ?
જાગતી આંખે ક્યાં દીઠાં હોય છે ?
કેમ ભાગતા ફરવું મૃગજળ પાછળ,
સત્ય સ્વીકારો તો એ જૂઠા હોય છે....

Read More

અતૂટ બંધન રાખવું સંબંધમાં વિશ્વાસનું,
સપનું સાકાર થવું જોઈએ એક આશનું.
એકમેકના સહારે બંધાઈ રહીએ ઉમ્રભર,
ઋણ ચૂકવી દઈએ ઉછીનાં આ શ્વાસ નું.

Read More

કહેવા ખાતરની ન યારી કર,
દોસ્તીને પ્રાણ થી પ્યારી કર.
સવાલ તો ઉઠશે સંબંધો પર,
તું જવાબ દેવાની તૈયારી કર.

સવારની તાજગીના શબ્દો ભર્યા છે,
જાણે કલમથી આજે હીરા ખર્યા છે.
ઝાકળ સમાન ચળકે લાગણી જુઓ,
અણીયાળી આંખોથી મોતી સર્યા છે.

Read More

મર્યાદામાં પણ સુંદરતા છે...
ઘુંઘટની કેવી ભવ્યતા છે...
શરમ તો શણગાર છે એક...
સંસ્કારોની એમાં દિવ્યતા છે....

અંધારી રાતે કેમ સપનાં જીદે ચડ્યાં છે,
આંખોને વરસવાના એંધાણ જડ્યાં છે.

ભીંજાયેલા એ ઓશિકા એ સવાલ પૂછ્યો,
મારા સિવાય કેટલાં અરમાન પલળ્યા છે.

ધૂંધવાઈને ઘુંધળા લાગે અંગારા વિશ્વાસના,
ભીની મોસમમાં પણ હૃદય તો સળગ્યા છે.

રાત હોય કે દિવસ,શું ફરક પડે છે એક પળનો,
દરેક શ્વાસના હિસાબ કરનાર અમને મળ્યા છે.

આવી ગઈ સવાર પણ અંતરના ઉજાસ ન થયા,
પૂરી રાત એકીટશે જાગીને અમે સિતારા ગણ્યા છે.

રાતને શું દોષ દેવો અહી તો જીવન અંધિયારું છે,
કોણ કેટલું ડરામણું, એ જ સવાલ સળવળ્યા છે.

Read More

ઓ રૂપાળા ચંદ્ર, તું તો સૂરજથી પણ સવાયો લાગે છે,
સળગતું તારું આ સૌંદર્ય તો પ્રેમનો પડછાયો લાગે છે.
પણ અમાસે અસ્તિત્વ નથી તારા આ રૂપના ગુમાનનું,
કોના વિરહમાં વધે,ઘટે,તું પણ પ્રીતમાં ઘવાયો લાગે છે.

Read More

ચાલ સખી જીવી લઈએ, જિંદગી બહુ થોડી છે,
ભીતરમાં દરિયો ભરીએ,ઈચ્છાઓને ઘમરોળી છે.
કે કોઈ તોફાન તોડી ન શકે આપણા અરમાનો ને,
કિનારાનું કામ નથી,એટલે મધદરિયે નાવ મરોડી છે.

Read More