ક્યાં જરૂર છે સૂર્યોદયની એક પહેલી કિરણ જોવાની,
ક્યાં જરૂર છે સૂર્યાસ્તની એ ખીલેલી કેસરી સંધ્યા જોવાની મધ્યાહનના એ તડકામાં જ કવિતા બની જાય છે..
ક્યાં જરૂર છે નદી કે સમુદ્રના ભરપૂર પાણી ની,
ક્યાં જરૂર છે એ ઝરણાના ખળખળતા નીરની ,
પાણીના એક નાના ટીપાને જોતા જ કવિતા બની જાય છે. ક્યાં જરૂર છે નાનકડા છોડની કોમળતા સ્પર્શવાની,
ક્યાં જરૂર છે એ ઘટા દાર વૃક્ષની છાયામાં બેસવાની, ખરતા પીળા પાન જોઈને પણ કવિતા બની જાય છે.
ક્યાં જરૂર છે એ નાનકડા ઝૂપડાની ગરીબી જોવાની,
ક્યાં જરૂર છે એ મહેલોની અમીરતા જોવાની,
ઘરમાંના ખિલખિલાટ અવાજમાં જ કવિતા બની જાય છે. ક્યાં જરૂર છે એ મોટા મોટા પ્હાડો ને સર કરવાની,
ક્યાં જરૂર છે પાંખો લઈને આકાશને મળવાની,
નાની નાની પાપાપગલી જોઇને કવિતા બની જાય છે.
ક્યાં જરૂર છે માંના ખોળામાં વહાલથી પોઢવાની અને,
ક્યાં જરૂર છે દર વખતે પિતાના તીખા ગુસ્સાની,
ભાઈ બહેનના મીઠા ઝઘડામાં જ કવિતા બની જાય છે. ક્યાં જરૂર છે મોટા મોટા શાસ્ત્રો કે પોથીઓ વાંચવાની, જીવનની એક ઠોકર અને તૂટેલું હૃદય કોઈને પણ કવિ બનાવી જાય છે.....RV👑