🚩આભ માઁ ઉગેલ ચાંદલો🚩
(ભાગ ૧)
ઘણા ઓછા લોકોને જાણ હશે કે માતા જીજાબાઈ અને પિતા શાહજીના પુત્ર શિવાજીનો જન્મ ૧૯, ફેબ્રુઆરી ૧૬૩૦નાં રોજ રાત્રે થયેલો. પરંતુ એ સત્પુરુષનો જન્મ કેવી સ્થિતિમાં થયેલો અને તેની માતાએ કેવા પાઠો ભણાવેલાં એનું વર્ણન કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ હાલરડામાં વર્ણવ્યું છે.
એવું બને છે કે બાદશાહની સેના એક રજવાડાં ઉપર હુમલો કરે છે, વિશાળ સેના હોવાથી એ નાનું રજવાડું તેની સેના સામે લડવા સક્ષમ નથી હોતું. તેથી બંને જણા ત્યાંથી નીકળી જવાનું વિચારે છે, આદેશ મુજબ દરવાજા ખોલાય છે અને બંને જણા પોતપોતાનાં ઘોડા લઈને બહાર નીકળી જાય છે. દરવાજા ફરી બંધ થઈ જાય છે.
બહાર નીકળે છે ત્યાં તો લાખોની સેના મીટ માંડીને બેઠી હોય છે. આગળ બંને ઘોડેસવાર અને પાછળ સેના. સેનાનો બસ એક જ ઉદ્દેશ હતો કે બંને યુગલને મારી નાખવામાં આવે. અને જો ના મારે તો બાદશાહ સેનાપતિને મારી નાંખે એમ હતા. સૌના હથિયારનું નિશાન બસ આ બે ઘોડેસવાર જ હતા.
પાઘડધામ પાઘડધામ કરતા ઘોડા દોડતા હતા, એવામાં એક સાંકડું નાળુ આવ્યું. એ નાળામાં એક તરફી જ રસ્તો હતો. કાંટાળી ઊંચી બે માથોડા જેવડી વાડ, એવામાં સામેથી બોરડીના કાંટા ભરેલું ગાડું આવતું હતું, તેથી ઘોડો આગળ દોડાવવો શક્ય નહોતો, પાછળ બાદશાહની સેના ખૂબ જ નજીક આવી ગઈ હતી. ત્યારે આગળનો અસવાર બોલ્યો જેટલાને મારી શકીએ એટલાને મારીયે અને છેલ્લે નહીં પહોંચી વળિયે તો મરી જાશું પણ અહીં ઉભા રહી જઈએ.
ત્યારે પાછળનો અસવાર કહે છે મારવું પણ નથી અને મરવું પણ નથી, ઉભું પણ નથી રહેવું. મારવાના, મરવાના, ઉભા રહેવાના, પાછા પડવાના અને નીકળી જવાના યોગ્ય ટાણા હોય. ત્યારે પાછળનો અસવાર કહે છે કે તમારો ઘોડો થોડો એકબાજુ રાખો તો હું મારો ઘોડો કુડાવી દઉં.
આગળનો ઘોડેસવાર એક બાજુ રહ્યો અને પાછળના અસવારે ઘોડાને થપાટ મારી અને ઘોડો કાંટા ભરેલું ગાડું કૂદી ગયો. અને પાછળનો અસવાર પણ થોડો પાછો જઈ થપાટ મારી ઘોડો કુદાવી ગયો. જાણો છો પહેલો ઘોડો કોણે કુદાવ્યો? સાહેબ!, એ પહેલો ઘોડો આ ભારત દેશની આર્યનારીએ કુદાવ્યો. એમ એક રાતમાં અઢીસો કિલોમીટરનું અંતર કાપ્યું. પાછળ સેના અવિરત ચાલી આવે છે.
આટલું અંતર કાપ્યા પછી પહેલો ઘોડો કુદાવનારી સ્ત્રી પોતાના પતિને કહે છે કે મારાથી હવે વધુ ઘોડા ઉપર નહીં બેસાય, તમે ચાલ્યા જાઓ. ત્યારે એ બીજો ઘોડેસવાર પૂછે છે કારણ શું? ત્યારે એ દેશની નારી કહે છે કે મને પ્રસૂતિની પીડા ઉપડવાની તૈયારી છે. તમને માતાજીનાં સોગંધ તમે નીકળી જાઓ. ત્યારે એ પુરુષ, એ ઘોડેસવાર માતાજીનાં સોગંધથી બંધાઈને આગળ નીકળી જાય છે અને એ દેશની નારી થોડી આગળ જતાં ત્યાં એક ડુંગરા પાસે પોતાનો ઘોડો થોભાવે છે. પાછળ સેનાપતિ અને બાદશાહની સેના તેને આંબી જાય છે.
( વધુ ભાગ ૨ માં )