મારી પ્રાણપ્રિયાને.
હે મારી પ્રાણપ્રિયે,
આકાશના આ ધૂંધલાપનમાં,
વાદળોની વણઝાર વચ્ચે,
વરસાદી ભોમકાની મીઠી સોડમે,
ચાલને આપણે એક વ્યોમ વાદળી સમુ,
ચાલને અનોખું ગઠબંધન રચી લઈએ.
કોઈ દુ:શાસન બનીને સભા મધ્યે
તારું વસ્ત્રાહરણ કરીને
આ બંધનને તોડવા કોશિશ કરે એ પહેલાં,
લાક્ષાગૃહના ભોયરે રચાયેલો ભ્રમ
ચાલને સાથે મળીને ભગાવી દઈએ.
તારા દિલેથી નિતરતા પ્રેમસાગરમાં,
મારા દિલના તરંગોના પ્રવાહે સરકતી જતી,
મારા હૈયાની હોડી સંગ
સંસારની આ અનુપમ લીલાને માણવા,
ચાલને આપણે કિનારો છોડી દઈએ.
મારામાં તું અને તારામાં હું રહું,
મીરાંને ઝેરના કટોરા જે પીવા પડે,
તે પહેલાં તું આવે તો તારો કૃષ્ણ બનીને,
હું 'મૃદુ' તને મારામાં સમાવી લઈને,
ચાલને એકત્વ સાધી લઈએ.
નોંધ : વર્ષ 1967- 68 ના મારા કોલેજકાળ
દરમિયાન લખાયેલ કવિતાઓમાંની
એક રચના જે એક સ્વપ્ન સૃષ્ટિ હતી.
*****************************
Mahendra Amin 'Mrudu'
Bushnell, Florida (USA)
*****************************
08/30/2023, Wednesday at 10:15