લાગે
ચાહ જેવી કદીક લત લાગે.
પ્રેમમાં આજ જો શરત લાગે.
એ હિમાલય ચડી જશે બોલો,
ત્યાં શરત મૂકવી રમત લાગે.
જિંદગી જીવતાં શિખી જાજો.
થાક પાછો અહીં સખત લાગે.
સ્હેજ છેડો જ સ્પર્શી જોયો ત્યાં
મન ઢળી જાય એ મમત લાગે.
ખોલજોને જરાક આંખો તો
આપવું ધ્યાન ત્યાં ગલત લાગે?©
ગાલગાગા લગા લગા ગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ