Gujarati Quote in Thought by NIDHI RUSHIKESH

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે હું અને મારાં સાસુ બે જ ઘરે હતા. ચર્ચા ચાલતી હતી કે સાંજે જમવા માં શું બનાવવું?અચાનક જ મેં કીધું મમ્મી ઘણા ટાઈમ થી ભજીયા નથી ખાધા; મારા સાસુ એ કીધું કઈં વાંધો નહિં, આજે ભજીયા બનાવ.
હવે ચર્ચા માં એક વાત સમજવા જેવી એ છે; કે મારા સાસુ ને એસિડીટી ની તકલીફ હોવા છતા ભજીયા માટે હા કેમ પાડી? મને રાજી રાખવા? નહિં; હા એટલે પાડી કે એ મારું સમ્માન કરે છે. સાસુ વહૂં ના વગોવાયેલા સંબંધો ના યુગ માં આ વાત થોડી અતિશયોક્તિ ભરેલી લાગે.
સાસુ વહુ નો સંબંધ એટલે ઝઘડો; આ સંબંધની બુનિયાદમાં જ ઝઘડો ભરી દીધો છે. આ સંબંધમાં અગર સમ્માન શબ્દ ભરવામાં આવે તો? તો 75% છૂટાછેડા ના કેસ ઘટી જાય. સાસુએ સમજવું જોઈએ કે; જેમ એ પારકી છે તેમ હું પણ પારકી જ છું. તો સાસુ કેમ હક જતાવવાની કોશિશ કરે છે. તમે કુમળો છોડ એક જગ્યાએથી ખેંચી બીજી જગ્યાએ વાવી શકો છો. પણ 20 -22 વર્ષનું જે ઝાડ મોટું થઈ ગયું હોય એ ઝાડને એક જગ્યાએથી ખેંચી બીજી જગ્યાએ વાવી શકો છો; નહીં ને?
તો જેને વહુ બનાવીને લાવ્યા છો 20- 22 વર્ષનો ઝાડ જ છે. તો પણ તે બીજી જગ્યાએ ફરીથી ઉગવાની કોશિશ કરે છે; પણ સમય લાગે ને? જે દીકરીને તમે વહું બનાવીને લાવ્યા છો તેને સમય આપો; કે એ તમારા પરિવારને અપનાવા સક્ષમ બને; તેના બોસ બનવાની કોશિશ ના કરો એ તમારા ઘરમાં આવે છે ત્યારે માત્ર તમારા દીકરાને જ ઓળખતી હોય છે. તમને ઓળખવાનો સમય આપો; પરિવારને સમજવાનો સમય આપો અને તમારા પુત્રને પણ કહો કે તે તેની પત્નીને સમજે.
સાસુ એટલે બોસ નહીં એને સન્માન યુક્ત પાત્ર બનાવો. તો જુઓ તમારા ઘરમાં સ્વર્ગ આવી જાય છે કે નહીં. આ સમયમાં દરેક સાસુને ફરિયાદ હોય છે; કે મારી વહું મારું માન નથી રાખતી; કેમ નથી રાખતી તે જાણવાની કોશિશ કરી? કેમ કે તમે પહેલેથી જ એના મનમાં ભરી દીધું છે. કે તમે ઘરમાં સર્વસ્વ છો.
દરેક સાસુને એ પણ ફરિયાદ હોય છે કે વહુ એ દીકરો છીનવી લીધો. કોઈ વહુ તમારા દીકરાને છીનવતી નથી. તમે જન્મ આપ્યો છે એ દીકરો તમારો જ રહેશે. પણ તમે તમારા દીકરા માટે જેને લાવ્યા છો; એનો પણ બનવા દો તો વહુ તમારુ પણ સમ્માન કરશે. તમારી વહુ ને સમજો; માન્યું કે તમારે તમારા દીકરા નો પ્રેમ જોઈએ છે; શું વહુ ને પ્રેમનો અધિકાર નથી? તો તમારા દીકરાને તેની પત્નીનો પણ થવા દો તમારો તો તે હોય જ છે; પણ અજાણી વ્યક્તિ જે ઘરમાં આવી છે એ પણ તેના પતિના પ્રેમની હકદાર છે. તમે તમારી પુત્રવધુ ને સમ્માન આપશો તો તમારો પરિવાર ક્યારેય નહીં તૂટે.
ક્યારેક તમે પણ તમારી પુત્રવધુ ને શોપિંગ પર લઈ જાવ, પિકનિક પર લઈ જાવ, ફરવા લઈ જાવ, ક્યારેક એમનું મનપસંદ જમવાનું બહારથી ઓર્ડર કરો, ક્યારેક બંને સાથે ચાલવા. નીકળી પડો. ક્યારેક દીકરો વહુ ઝઘડે તો તમારી વહુ નો પક્ષ લો વાંક વહું નો હોય તો પણ પક્ષ લો. પછી જુઓ સ્વર્ગ પણ ધરતી પર ઉતરવા મજબૂર થઈ જશે. સાસુ વહુના સંબંધ મજબૂત હશે તો ક્યારેક કોઈ ઘર નહિ તૂટે.


NIDHI R. KHIMSURIYA

Gujarati Thought by NIDHI RUSHIKESH : 111889278
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now