મારાથી બોલાઈ ગયું મમ્મી તને નહીં ખબર પડે; સારુ બેટા એટલું જ બોલી ગઈ. એ બોલી નહિ; પણ એની આંખો આજે મને ઘણું કહી ગઈ.
તારું ટિફિન પેક કરતા કરતા મારા સપનાઓ પણ પેક કરતી ગઈ
તને આર્ટ શીખવવા માટે મને મારી કલાઓ ભૂલાઈ ગઈ.
તારા બુટ પોલીશ કરવામાં મારી સ્મૃતિ પણ પોલીશ થઈ ગઈ.
ઘરની સફાઈ કરવામાં મારા અરમાનો ની પણ સફાઈ થઈ ગઈ.
તારા કપડા પ્રેસ કરવામાં મારી સાડીમાં કરચલીઓ પડી ગઈ.
તારું હોમવર્ક કરાવતા કરાવતા હું અભણ થઈ ગઈ.
ચંચળશી છોકરી હતી ત્યારે ખૂબ જ મોડર્ન હતી હવે જૂની પુરાણી થઈ ગઈ
કેમ કે બેટા! હવે હું એક મા થઈ ગઈ.
એન. આર. ખીમસુરિયા