નવોદય
નવોદય નું સપનું ને પામવાની કોશિશ
પર પાડીને હું એમાં દાખલ તો થઈ ગયો
મને તો લાગ્યું કે એકલો હું રહી જઈશ
એકલતાના બાને સાવ ભટકી જઈશ
પહેલા જ દિવસે હું તો રડી પડ્યો
રડવાના બહાને મને દોસ્તાર મળી ગયો
આ દોસ્તી ના સહારે હું અહી ટકી ગયો
લાગ્યું ઘણું એકલું પણ હું સમજી ગયો
છઠ્ઠા ધોરણ માં હું ઘણું શીખી ગયો
સાતમા માં આવતા એ બધું ભૂલી ગયો
મોજ મજા અને મસ્તી એ મંત્ર આઠ નો રહ્યો
નવમા ધોરણ હું આખું રાજસ્થાન ફરી ગયો
દસમા માં આવતા હું ગંભીર થઈ ગયો
ફળી મહેનત મને કે પાસ હું થઈ ગયો
બસ આટલી જ હતી સફર યારો
દસમા બાદ સાથ મારો છૂટી ગયો
વિદાય લેતા પાછો હું રડી પડ્યો
બસ ખુશી એ વાતની કે હું મને મળી ગયો