Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

....... " કહેવત અને જીવન "


લોક વાયકામાં જીવન ગુજરતું રહ્યું;
બનતું રહ્યું કે પછી એ ઊજડતું રહ્યું;

ના બોલવામાં હોય જો નવ ગુણ તો,
બોલી બોલીને બોર કોણ વેચતું રહ્યું?

ધરમ કરતાં પડે ધાડ, કહે છે લોકો જ!
એટલે જ, ખુદ વાડ ચીભડું ગળતું રહ્યું;

પોતાનાનાં જ હાથા, જોયાં કુહાડીમાં!
એ પછી એ વૃક્ષ જિંદગીભર રડતું રહ્યું;

ગરજ સરી અને વૈદ્ય થઈ ગયો વેરી,
હર ક્ષણ સ્વજન એ સમજાવતું રહ્યું;

ખેતર આખું જો ચણી ગયાં પંખીઓ,
તો, શું કામ જીવનભર પસ્તાવું રહ્યું?

કહે શ્વાન શકટ તટનું કે ભાર ઊંચકું હું,
હકિકતે ભાર કોઈ અન્ય ઊંચકતું રહ્યું;

ઊગતાને પૂજે સહુ, આથમતાનું જોણું!
રોજેરોજ જીવનમાં એ જ ઘટતું રહ્યું;

લોઢાથી લોઢું કપાય, ઝેરનું મારણ ઝેર!
એટલે, હર વ્યક્તિ રોજ ઝેર પીતું રહ્યું;

હર કહેવત સંતોની "વ્યોમ" શીખ સાચી,
જીવન જીવવું કેમ કહેવતો શીખવતું રહ્યું!


✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111888264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now