હજી હમણાં જ તો તું સાથે હતી
અચાનક જ જાણે ક્યાં ખોવાઈ ગઈ..!
મારી આંખોમાં રમતી હતી ને
આંસુ બની ન જાણે ક્યાં વહી ગઈ..!
હું તો સ્નેહ ભર્યો દરિયો છું મિત્ર,
તું નદી બની જાણે ક્યાં સરી ગઈ..!
મારો હાથ હતો તારા હાથમાં
પકડેલો એ સાથ શાને છોડી ગઈ..!
કોલ હતા જનમો જનમ ના આપણા
કરેલા એ વાયદા શાને ભૂલી ગઈ..!
મને લાગ્યું મારા જીવનમાં રહીશ તું કાયમ,
સપનું બની મારી આંખોમાં શાને રહી ગઈ..!
ક્યારેક તો ફળશે આ સપનું, 'શિલ્પી'
આજે એ સપનું પણ તું તોડી ગઈ..!
Dr Dipak Kamejaliya
'શિલ્પી'
-Kamejaliya Dipak