શું હું કોઈ રમકડું લાગુ છું..?
મન ફાવે ત્યારે આવી મને રમાડી જાય છે..!
મારી એકલતા અને આંખોના આંસુ,
તારા ગયા પછી વેદનાની ચાડી ખાય છે..
કેટકેટલા સપના જોયા હતા આપણે સાથે,
એ સપના પણ મારી હસી ઉડાડી જાય છે..
કેટલી મૂર્ખ હતી હું, તારી ઉપર વિશ્વાસ કર્યો,
દર્દે દિલના ઘાવ ક્યાં કોઈ મટાડી જાય છે..!
મીઠા જળની જાણે હું રહી વીરડી હતી,
સાગર થઈ આવતો તું મને બગાડી જાય છે..
ઇન્દ્રધનુષ થકી મારી સવાર થતી, 'શિલ્પી'
રંગવિહિન તારો પ્રેમ મને દઝાડી જાય છે..
છતાંયે કાયમ આશ રહેતી મનને તારી,
શાને મન મારું તારા દોષોને ભુલાવી જાય છે..!
Dr Dipak Kamejaliya
'શિલ્પી'