" જ્યાં પણ હતા "
( ગઝલ )
સામસામે સીટ પર આજે હતા.
એ જ રીતે રોજ હા બાગે હતા.
વાત આંખો જોઇને કરતી ઘણી;
વાત કરવાના અમે લાગે હતા.
ખૂબ પછતાવો થયો અમને ઘણો;
ના અડ્યા કે એકદમ પાસે હતા.
એકબીજા ચાલતા સાથે થયા;
હું ન પાછળ કે ન એ આગે હતા.
વાતમાં રસ બહુ પડ્યો Bન્દાસને;
કે અમે જ્યાં પણ હતા ખ્વાબે હતા.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા