" શ્વાસ લાગો છો "
( ગઝલ )
તમે આઘા ખસો ના જિંદગીના શ્વાસ લાગો છો.
તમે ડૂબાડશો ના નાવડી વિશ્વાસ લાગો છો.
બધે વખણાય છે આજે ગઝલ આ પ્રેમના લીધે;
બનીને જીવ જેવા આ ગઝલના પ્રાસ લાગો છો.
નજરમાં જ્યારથી આવી ગયો છું આપની હું તો;
નથી અંધાર જીવનમાં તમે અજવાસ લાગો છો.
ખબર રાખો તમે મારી ઘણી એ કારણે સાચે;
ધરા મારી અને મારા તમે આકાશ લાગો છો.
તમે ગમતા મને કારણ જરા બહુ ખાસ છે કે;
નથી પરવા કરી ક્યારે તમે Bન્દાસ લાગો છો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : હજઝ = લ ગા ગા ગા × ૦૪