Gujarati Quote in Poem by Hemali Gohil Ruh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચમત્કાર..!!

આ કેવો કુદરતનો ચમત્કાર..!!
એના સાનિધ્યમાં થાય છે તારો સાક્ષાત્કાર

એના મીઠા પવનની લહેરનો એક ચમત્કાર
ને મને દેખાય છે બસ તારો આકાર
આ કેવો કુદરતનો ચમત્કાર..!!

એના સવારના ઉગતા સૂર્યનો પોકાર
ને મને અનુભવાય છે તારા ઉઠવાનો જયકાર
આ કેવો કુદરતનો ચમત્કાર..!!

એના માથા પર આવતા રવિના પુંજના નકાર
ને મને મળી જાય છે એની મીઠી હુંફના હકાર
આ કેવો કુદરતનો ચમત્કાર..!!

એના સંધ્યાકાળે મળતાં શીતળતાનો પ્રકાર
ને મને હુકમ થાય છે એના આવવાનો લયકાર
આ કેવો કુદરતનો ચમત્કાર..!!

#hemali gohil "RUH"
@rashu

Gujarati Poem by Hemali Gohil Ruh : 111884126
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now