ચાલે છે જંગ
ધીરજ અને અધિરાઈ વચ્ચે
મારા હૃદય સમરાંગણે
એક તરફ એક પળ ન વિતે તારા વગર
એક તરફ આયખું વિતાવવા છું તૈયાર તારી વાટમાં...
થઈ જાઉં છું મૌન
મન અને મસ્તિષ્કની ચર્ચા વચ્ચે
મારા વિચારોના સભગારમાં
એક તરફ દુનિયાભરની વાહ વાહી તારા વગર
એક તરફ પ્રેમની જાહોજલાલી તારા સંગાથમાં...
અનુભવું છું લાચારી
સત્ય અને સ્વપ્નાઓની ખેંચતાણ વચ્ચે
મારી મહેચ્છાઓની મથામણોમાં
એક તરફ જીવતરની અધુરપ તારા વગર
એક તરફ લાગે મૌત, કોઈનો હાથ તારા હાથમાં...
- નિર્મિત ઠક્કર