મૂંઝાય છે શું મનમાં,
સમય જતા વાર નથી લાગતી.
રહી જશે મનની મનમાં,
એ વાત આજે સાચી નથી લાગતી?
કોને ખબર છે,
કાંકરાને રેતમાં બદલતા વાર નથી લાગતી.
ક્ષિતિજ ને જોવું છું જ્યારે,
સૂર્યાસ્તને સાંજ થતાં વાર નથી લાગતી.
કોણે કહ્યું જામમાં છે ગમ,
ચઢતા એને વાર નથી લાગતી.
વીજળીના ટંકાર પછી,
વાદળા ને વરસાદ બનતા વાર નથી લાગતી.
રાગ દ્વેષ કાઢી પ્રેમથી જીવન જીવી લેજો,
હૃદયને બંધ થવામાં વાર નથી લાગતી.