ભૌતિકતાની ભ્રામક દુનિયામાં ખુદને ખુદથી મળવું મુશ્કેલ બની ગયું છે. જીવનના અંત સુધી એક જ પ્રશ્ન કાયમ રહ્યો છે... હું કોણ છું..? એક દીકરો... એક ભાઈ... એક પતિ... એક બાપ... એક મિત્ર... કે એક માણસ...??? ખુદના અસ્તિત્વ નું પૃથક્કરણ આપણે કરી શક્યા નથી. અનેક પ્રશ્નનું સમાધાન સ્વ ની શોધમાં રહેલું છે.
આપણે જાતને નામ આપી દીધું છે. એક સિમ્બોલ, એક સ્ટેટ્સ, એક નામના નીચે સ્વ ને ઢાંકી દીધો છે. આપણે આપણા નામની ઓળખ આપી છીએ કોઈને મળીએ ત્યારે... ખુદને ક્યારેય પોતાનો પરિચય આપ્યો છે ખરો..? એક તત્વ જે કુદરતની પ્રક્રિયામાં નિર્માણ પામે છે. એનો નવ મહિના પછી જન્મ થાય છે... મોટું થાય છે અને ભૌતિકતાના ચક્કરમાં નિર્માણની પ્રક્રિયાનું મંથન ભૂલી બાહ્યરૂપ ને જ પોતાનું નિર્માણ માની જીવન સમાપ્ત કરી નાખે છે અને અંતે એક જ સવાલ રહે છે... હું કોણ છું..?
મનોજ સંતોકી માનસ