" જિંદગી થોડી હવે "
( ગઝલ )
લે ખબર તું જિંદગી થોડી હવે.
પાસ મારી આવ તું દોડી હવે.
એક ક્ષણ માટે ભલા આવજે;
આવજે તું બસ શરમ તોડી હવે.
રાહ તારી જોઇને બેઠો રહ્યો;
આવકારે હાથ હું જોડી હવે.
જિંદગી દુઃખ ના લગાડે સ્હેજ પણ;
હું જવાનો છું તને છોડી હવે.
મોતથી Bન્દાસ છું આવી જજે;
ના થજે તું દૂર મુખ મોડી હવે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા