Gujarati Quote in Thought by Dave Yogita

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમસ્કાર મિત્રો!પ્રાચીન મૂર્તિઓ કળાઓની વાતો તો લગભગ ઘણી થઈ ગઈ. મારે આજ વાત કરવી છે. પ્રાચીન વિચારોની..હા પ્રાચીન વિચારો,જે માણસો જરૂરિયાત પ્રમાણે બદલતા રહે છે. માણસ વિચાર જરૂર બદલે છે પણ પણ પણ...જ્યારે પોતાને જરૂર પડે ત્યારે હો....જો બીજા કોઈએ એજ વિચાર પ્રમાણે એમની પહેલા કાર્ય કરી દીધું હોય તો એ વાત પોતાને તો પહેલા ખોટી જ લાગી હોય.

જો માણસ જાતે એ પરિસ્થિતિમાંથી પસાર થાય અથવા તો કહી શકાય કે પરિસ્થિતિમાં ફસાય જાય(સલવાય જાય) અને પોતાને પેલી વ્યક્તિએ કર્યું હોય એ જ કાર્ય કરવાનો સમય આવે એટલે વિચાર બદલી દે. પછી પાછી એ ય ને પછી મોટી મોટી વાતો કરે કે અમે તો જમાના પ્રમાણે બદલતા રહીએ છીએ. બિલકુલ નહિ જી, તમે જમાના પ્રમાણે નહિ પણ જરૂરિયાત પ્રમાણે બદલ્યા છો. કેમકે, તમારી પાસે બદલવા સિવાય કોઈ વિકલ્પ વધ્યો જ નથી.


કોઈને ખરાબ લાગ્યું હોય તો માફ કરજો.

જોકે, હું હમેશાં માનું છું કે
"વિચાર પ્રાચીન ના જ હોવા જોઈએ
અને સંસ્કાર તો પ્રાચીન જ સારા"

આજકાલ સોશિયલ મીડિયા પર નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. આજકાલ બહેનોને સાડી પહેરવી જોઈએ એ વાત પર અલગ અલગ વિડિયો અને મેસેજ ફોરવર્ડ થઈ રહ્યા છે.

કોઈ શંકાને સ્થાન નથી કે દરેક સ્ત્રી સાડીમાં હોય એનાથી વધારે સુંદર લાગે છે. હા, પણ એમની મરજી સાડી ફેરવી કે જીન્સ ફરવું એમની મરજી. તમે એમના પર તમારા વિચારો થોપી ના શકો. જો પહેરવેશની વાત કરીએ તો પુરુષ માટે પણ ધોતી-ઝભો અને લેંઘો- ઝભો એ જ પ્રાચીન પહેરવેશ છે. તમે રસ્તા પર નીકળો અથવા આજુબાજુ ક્યાંય પણ નજર કરજો અને વિચારજો. કેટલા પુરુષ તમને તેમના પ્રચીન પહેરવેશમાં જોવા મળ્યા. અને કેટલી સ્ત્રી સાડી પહેરેલી જોવા મળી.
હું સ્ત્રીઓ માટે પણ એકવાત જરૂર કહેવા માંગીશ કે પ્રસંગ અને સ્થળને અનુરૂપ જરૂર કપડાં પહેરવા જોઈએ. કોઈના બેસણામાં સોર્ટ પહેરીને કે સ્કર્ટ પહેરીને ન જવાય. લગભગ કોઈ જતું પણ નહિ હોય. તો પણ, મંદિર છે ઘરે કોઈ ધાર્મિક પ્રસંગ છે તો જરૂર એ પ્રસંગને અનુરૂપ પહેરવેશ પહેરવો જોઈએ. બાકી, સાડી જ પ્રાચીન પહેરવેશ છે અને એ જ પહેરવો જોઈએ જરાય જરૂરી નથી.

ખરેખર, દ્રષ્ટિ સુધારવાની જરૂર છે. બાકી, પહેરવેશ સુધારવાથી કોઈ ફાયદો નથી. પશ્ચિમી દેશોમાં બધાના પહેરવેશ ટૂંકા જ હોય છે તો પણ ત્યાં આપણા જેટલા બળાત્કાર થતા નથી. કેમ?? જરૂર વિચારજો. અને બને તો
સંસ્કાર અને દ્રષ્ટિ સુધારજો.
ભૂલચૂક માફ🙏🙏🙏🙏🙏🙏

અસ્તુ🙏🙏

યોગી

Gujarati Thought by Dave Yogita : 111880817
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now