ચાલ ને , હિંમત તો કર દરિયા પાર જઈએ
કિનારો નહી તો, બસ મઝધાર જઈએ.
મુંજાવતી લાગણીઓ નો ડૂમો છે મન માં
ખાલી કરવા ચાલ ને , બેફિકર બહાર જઈએ.
ક્યાંક તો મળશે, મનગમતી રાહ
આંખ બંધ કરીને સપના પાછળ સવાર થઈએ.
ડર શેનો છોડશે પીછો , આ અજાણી સફર પર
માત આપવા , ધારાહાર જઈએ.
મન ના મેળ બાંધ્યાં છે જ્યાં, હસ્તાક્ષર કરતા જઈએ
છૂટે નહીં સાથ જીવન ભર એ કરાર કરતા જઈએ.
મંઝિલ મળે કે ના મળે, રસ્તા નો આનંદ લેતા થઇએ
દુનિયાદારી ની ઝંઝટ હડસેલી બેફીકર જઈએ.
-Nidhi Mehta✍️❤️