" દિલ છે દિલ "
( ગઝલ )
દિલ છે દિલ આવન જાવન ના કરશો.
બહુ એનું લાલન પાલન ના કરશો.
પગલાં પાડીને નિશાની ના કરતાં;
જેમ છે એમ રાખો પાવન ના કરશો.
એ બારોબાર નીકળી જવાના રસ્તે;
કે બહુ સાફ હવે આંગન ના કરશો.
મમળાવો વાત Bન્દાસની રોજે રોજ;
હાલતા ચાલતા તમે પાચન ના કરશો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : કટાઉ = ૦૧ × ૧૦ = ૧૦ ગા