" ઉપાધી બધી "
( ગઝલ )
પ્રણયમાં હજી તું ડરીને રહે છે.
ખબર ના પડે કાં મરીને રહે છે.
પલકવારમાં તું પહોંચી જવાનો;
શું કરવા મુકામે ઠરીને રહે છે.
સફળતા ખરેખર મળીને રહેશે;
ઉપાધી બધી કાં વરીને રહે છે.
અડગતાની વાતે ડગી જાય એતો;
બધા તારલા તો ખરીને રહે છે.
વિચારો ન Bન્દાસના વેડફે એ;
કે મનમાં હમેશા ભરીને રહે છે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪