Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" નજરને નચાવી "
( ગઝલ )

નજરને નચાવી તમે આમ લલચાવશો ના.
થશે ના અસર કોઇ કે રીત અજમાવશો ના.

થશે જેમ અનુભવ તમે એકલા સાવ પડશો;
દગાખોર સૌ થઇ જશે પ્રીત અપનાવશો ના.

બધી લાગણીઓ વહાવીને બેઠો છું હું તો;
મને પ્રેમની વાતમાં કોઇ સમજાવશો ના.

કદી ક્યાંક સાકાર થઇ જાય છે ખ્વાબ પણ જે;
હૃદયમાં ઉમટતી ઇચ્છાઓને દફનાવશો ના.

નક્કી ધ્યેય રાખો હવે પ્રેમ કરવો નથી બસ;
કે Bન્દાસ આ મન કદી ક્યાંય ભટકાવશો ના.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૫

Gujarati Poem by Rakesh Solanki : 111877226
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now