લિયાર જી લિયારસે લેચૅલી ડાળ,
ને ભતાર ભેગી ડુંગરી જી પાળ,
માટીજી થધી મખણ વારી છાય,
ડૅસી હૅનિકે મીઠી ભુખ લગી આય.
તરાજી પાર મથા થધો વા વેઠો વાય,
માળી જી હથજી માની નિરાંતે ખાય,
નૅમજી છાઈ મેં લાટ નૅધંરજા ઝોકાં ખાય,
ઉઠી ને પૉય ખીર વારી ખપૅ કડક ચાય.
સમયે સંભરે હિ ડી અના ભૂલાણું નાય,
નર ચે હૅડી ગામડેજી મઝા શેર મૅ નાય.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા