મેહુલો
વણનોતર્યો અણધાર્યો તું આવશે તી શું ખબર
એ જળરૂપી શક્તિ ને તું બતાવશે તી શું ખબર
વન વગડે - કોઈક ગામડે પધારશે તી શું ખબર
વૈકુંઠ રૂપી પ્રભુપાદ ને પખારશે તી શું ખબર
ઉજ્જડ ભૂમિ પર ચરણ તું કંડારશે તી શું ખબર
તરસી ધરા પર અખૂટ જલ વરસાવશે તી શું ખબર
પેલા મોરલા ના કંઠ ને તું માનશે તી શું ખબર
વનરાઈઓ ના રાજ ને નવળાવશે તી શું ખબર
વાદળરૂપી શંખનાદ તું વગાળશે તી શું ખબર
જીવસૃષ્ટિના વનપટ માં ઝંપલાવશે તી શું ખબર
અમ ચિત્ત કેરા ભાવને તું ભાંખશે તી શું ખબર
એ ભાવ કેરા શબ્દો ને સત્કારશે તી શું ખબર
અમી કેરા આંસુઓને વધાવશે તી શું ખબર
જીવનરૂપી અમ સ્વર્ગ ને શણગારશે તી શું ખબર
તું આવીને મન મોહ ને ભિંજાવશે તી શું ખબર
આમ બાળ રૂપી અમને હરખાવશે તી શું ખબર
તું આવશે ! તું આવશે ! આમ આવશે તી શું ખબર
આમ આવવાના નોતરા નહીં આપશે તી શું ખબર
ગજેન્દ્રસિંહ જાડેજા (ગજુભા)