Gujarati Quote in Story by Dave Yogita

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રચયતા - શાંતિલાલ પ્રાણજીવન જોષી


આજે અચાનક વેકેશનમાં વરસો જુનુ દાદાએ શિખડાવેલું ગીત યાદ આવી ગયું......આ ગીતની પહેલા એની જ વાર્તા સંક્ષિપ્તમાં સમજાવી કહેવા માંગીશ અને ગીત તમારી સમક્ષ રજૂ કરીશ.

એક માખી અને માખો હતા એના ત્રણ બચ્ચા સાથે એક ઘરમાં રહેતા હતા. બચ્ચાં નાના હતા એટલે બચ્ચાઓને સરખું ઉડતા નહોતુ આવડતુ. માખી અને માખો બચ્ચાને ઘરમાં એકલા રાખી રોજ બચ્ચા માટે ભોજન લેવા બહાર જતા હતા. બચ્ચાને ઉડતા નહોતું આવડતું હજી શીખતા હતા એટલે માં-બાપ‌ ઉડવાની ના કહેતાં હતા. તમારે ઊડવું હોય તો અમારી દેખ રેખમાં જ ઊડવું. કેમકે, ગેસ પર રસોઈ બનતી હોય છે..એટલે દૂર ના ઊડવું. માખીએ બચ્ચા પાસે વચન માંગતા કહ્યું કે મને વચન આપો કે તમે દૂર ઉડીને ક્યાંય નહિ જાઓ. ત્રણેય બચ્ચાએ વચન આપ્યું.
એક દિવસ એવો આવ્યો કે બચ્ચા વચન ભૂલી ગયા.માં - બાપના જતા જ બચ્ચા વિચારવા લાગ્યાં કે આપણે તો મોટા થઈ ગયા છીએ. આપણે ઉડી શકીએ પણ છીએ તો પણ મમ્મી - પપ્પા ઉડવાની ના જ કહે છે.
એક બચ્ચુ બોલ્યું - મને લાગે છે, હવે મમ્મી - પપ્પાની ઉંમર થઈ ગઈ એ લોકોને શું ખબર પડે? આપણે આખા ઘરમાં ઉડવું જોઈએ અને વચન ભૂલી ઉડવા લાગે છે. ત્યાં ગેસ પર ગરમ પાણીનું તપેલું મૂકેલું હોય છે. જેમાંથી વરાળ નીકળતી હોય છે. એક બચ્ચું ભૂલથી એ તપેલા પાસે જતું રહે છે અને વરાળથી પાણીમાં પડી મરી જાય છે. મરતા મરતા બોલે છે કે મમ્મી- પપ્પાનું માનવું જોઈએ. જો ના માનીએ તો આવી હાલત થાય.

હવે, આ વાર્તાનું ગીત છે જે મારા દાદા પોતે તૈયાર કરેલું મને રોજ ગાઈને સંભળાવતા એ તમારા બધા સમક્ષ રજૂ કરું છું

" માખી બોલી મુખ થકી, પ્યારા બચ્ચા પાસ
જઈ આવું હું જ્યાં સુધી, ઉડીશ ના આકાશ

ઊકળે છે ઉનામણુ, જે તે પાસે જાય
ચૂંકે ફરતા ચોટથી, જીવ નો જોખમ થાય

એમ કહી માખી ગઈ, બચ્ચું બુદ્ધિબાળ
દિલમાં ડહાપણ ડોળવા, એ લાગ્યું તતકાળ

ઘરડાં તો વાતો ઘણી,કહે વધારી વાત
જઈ આવું હું જ્યાં સુધી, બોલો મરીશ હું કેમ?

એમ કહી બચ્ચુ ઉડ્યું, પહોચ્યું પાણી પાસ
અંજાઈ એમાં પડ્યું, વરતી થયો વિનાશ

મરતા મરતા બોલ્યું, જે ચાલે આ ચાલ
માને નહિ માં - બાપનું, એના આવા હાલ
માને નહિ માં - બાપનું, એના આવા હાલ "


બસ, માટે જે માં - બાપનું માનતા નથી એની દશા છેલ્લે આવી થાય છે એવો સંદેશો આપતું બચ્ચુ મરી ગયું.

રચયતા - શાંતિલાલ પ્રાણજીવન જોષી

મહાદેવ હર
🙏🙏🙏🙏

યોગી

Gujarati Story by Dave Yogita : 111873875
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now