લોકડાઉન ની જેમ સહુ ઘરમાં રહે એટલે એક સારો પ્રયાસ લાગે છે.
હમણાં બપોરે 1 થી 3.30 ડીડી નેશનલ પર જૂની હિન્દી ફિલ્મો આવે છે. ગઈ કાલે બાતો બાતોં મેં હતી, આજે છોટી સી બાત. રસ હોય તેણે જોવા જેવી.
અમે કોલેજ ના પહેલાં બીજાં વર્ષમાં હતા ત્યારે ખૂબ પોપ્યુલર હતી.
ખાસ તો 50 વર્ષ પહેલાંની સંસ્કૃતિ ખ્યાલ આવે. સ્ત્રી સાડી પહેરતી અને વેણી નાખતી, મ્યુઝિક માટે ગ્રામોફોન, ઘર માં ઉભા સળિયા ની બારી અને અંદર ના રૂમના બારણાં આડે પડદા, બેલ બોટમ પેન્ટ વગેરે.
મુંબઈ માં બે માળની BEST બસો અને ઓફિસ ના ઇનટીરિયર, ઘરનું રાચરચીલું વગેરે.
બપોરે ઘરમાં હોય તે પેઢી જરૂર માણે.