Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પછી એક મુસીબત આવતી જાય છે.
એક પૂરી થાય પહેલાં બીજી હાજર થાય છે.

સુખ મારું સરનામું જ સાવ ભૂલી ગયું છે,
દુઃખની વણથંભી વણજાર સતત દેખાય છે.

હાલાકીનો પર્યાય બની ગયો હોય એમ લાગે,
પછી આ માનવજીવનનો મકસદ ભૂલાય છે.

હોઈ શકે સુખ જીરવવાની ક્ષમતા ન હોઈ મારી,
તેથી જ તો યાતનાઓના ગુણાકાર લખાય છે.

ધીરજ, સહનશીલતા, શાંતિ શબ્દો સિલકશૂન્ય,
હવે તો હરિ પણ દુઃખના સ્વરુપે પરખાય છે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111871465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now