" પ્રકરણ લાગે છે "
એકબીજાને મળવું સ્મરણ લાગે છે,
વાત વાતમાં કોઈનું વિસ્તરણ લાગે છે.
દેખાદેખી નરી આંખે જોતાં ભૂલી ગયાં,
પરિવાર સાથે રહેતા ઘમસાણ લાગે છે.
આઝાદ થવાની ઘેલછા સૌને લાગી છે,
જીવનમાં બદલતું રોજ પ્રકરણ લાગે છે.
ઉંચી થવા લાગી મોટી ઈમારતો શહેરની,
મનનું બદલાતું નીચું આચરણ લાગે છે.
બંધ બિલ્ડિંગમાં પરિવાર સમાઇ ગયો,
અધુરું રહી જતું બાળપણ લાગે છે.
-bina joshi