કોઈ ગરીબોનાં આંસુ લૂંછનાર હે હરિ તું હશે.
હિંમત હારેલાને બળ આપનાર હે હરિ તું હશે.
હોય દુઃખની વર્ષા ચારેકોરથી થનારીને સંકટમાં,
હાથ ઝાલીને એને રાહ ચીંધનાર હે હરિ તું હશે.
નથી માગતો કોઈ ભક્ત તારો ઝોળી ફેલાવીને,
અંતર એનું વાંચીને એને દેનાર હે હરિ તું હશે.
કોઈ બુભુક્ષિતા: પેટપીડા વેઠીને સૂઈ જતાં જ્યાં
એને પરાણે જગાડીને પીરસનાર હે હરિ તું હશે.
યોગભ્રષ્ટ જીવ કોઈ જ્યાં માયામાં લોલુપ બને,
કાન પકડી મોહનિશાને ટાળનાર હે હરિ તું હશે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.