Gujarati Quote in Religious by Jay Vora

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાવન અક્ષર ભિતર કેમ છે
દરેક સંતૌએ બાવન અક્ષર કહ્યા છે,,

(1) મૂલાધાર ચક્ર : ગુદા અને લિંગ ની વચ્ચે આવેલું છે ,તેની આકૃતિ ચતુષ્કોણ છે, અગ્નિ વર્ણ વાળુ છે તેને ચાર પાંખડી છે ,તેમાં વં , શં, ષં ,સં , એ ચાર અક્ષરો છે, તેમાં ગણેશદેવ વિરાજમાન છે

(2)સ્વાધિષ્ઠાન ચક્ર: ઉપસ્થ ઇન્દ્રિયના સામે પાછળ સહેજ ઉપરના ભાગમાં આવેલું છે, તે છ પાંખડીઓ વાળું છે ,તેમાં બં, ભં, મં, યં, રં, લં એ છ અક્ષરો છે, તેની વચ્ચે અર્ધચંદ્ર ની આકૃતિ છે તે સૂર્ય સમાન વર્ણવાળુ છે તેમાં દેવ બ્રહ્મા બિરાજમાન છે ,

(3)મણિપુર ચક્ર: તે નાભિના સામે પાછળના ભાગમાં મેરુદંડમાં આવેલું છે, તેની પાંખડીઓ 10 છે, તેમાં ડં, ઢં, ણં ,તં,થં,દં,ધં,નં,પં,ફં,એ દશ અક્ષરો છે તેની અંદર ત્રિકોણ આકૃતિ છે તેનો વર્ણ રાતો છે, તેમાં નારાયણ વિષ્ણુ વિરાજમાન છે ,

(4)અનાહત ચક્ર : હૃદયની સામે મેરુદંડ બંકનાલમાં અર્થાત પીઠ ની કરોડમાં આવેલું છે, તેની પાંખડીઓ બાર છે ,તેમાં કં, ખં, ગં, ઘં, ડં, ચં, છં , જં,ઝં,ઞં,ટં,ઠં,એ અક્ષરો છે, તેમજ ષટકોણ આકૃતિ છે ,તે સુવર્ણ સમાન વર્ણ વાળુછે, તેના વચ્ચે રુદ્ર બિરાજમાન છે ,

(5)વિશુદ્ધ ચક્ર :કંઠના સામે ગરદન ઉપર આવેલું છે ,તેની 16 પાંખડીઓ છે,તેમાં અં,આં,ઇં,ઈં,ઉં,ઊં,ઋં,ઋં,લ્રુ,લ્ં,એં,ઐં,ઓં,ઔં,અં,આ:, એ સોળ સ્વર કલ્પેલા છે, અને વચ્ચે વર્તુળ આકૃતિ છે ,તે ચંદ્રમા જેવા વર્ણવાળુ છે, તેમાં જીવ આત્મા અર્થાત શિવ શક્તિ બિરાજમાન છે ,

(6)આજ્ઞાચક્ર :બંને ભ્રમરની વચ્ચે આવેલું છે, તેને બે પાંખડી છે, તેમાં હં, ક્ષં એવા બે અક્ષરો છે ,તે રાતાવર્ણ વાળુ છે, તેનો આકાર અર્ધ ચંદ્ર જેવો છે, તેમાં મહાવિષ્ણુ અર્થાત મહેશ્વર અર્થાત શ્રી પ્રણવ ગુરુ બિરાજમાન છે,

(૭)સહસ્ત્રાર ચક્ર :ચોટલી જગાએ ભ્રમરમાં આવેલું છે, તેની સહસ્ત્ર પાંખડીઓ છે ,તેને આકૃતિ પૂર્ણ ચંદ્ર છે, તે શુદ્ધ સ્ફટિક સમાન વર્ણ વાળુછે, તેમાં સદાશિવ પરબ્રહ્મ બિરાજમાન છે ,તે સચ્ચિદાનંદ અખંડ જ્યોતિ સ્વરૂપ છે ,એવા સહસ્ત્રાર ચક્રને

સાતે ચક્રનું ધ્યાન યોગીઓ સિદ્ધ સંતો હંમેશા ઘરે છે. ચક્ર વાર પાંખડીઓ જે અનુક્રમે 4,6, 10, 12, 16, 2, બધી કુલ 50 પાંખડી તે (સ્વર અને વ્યંજન થઈ) 50 અક્ષર છે, શ્રી,,અએ ભક્તનો અને એક અક્ષર ૐ ભગવાનનો એમ મળી બાવન અક્ષર કહેવાય છે. આ 52 અક્ષર થી થતા નામથી આપણે જગતને ઓળખીએ છીએ એટલે બાવન અક્ષર માં જ તમામ જડ ચેતન નામ રૂપવાળુ જગત રહેલું છે. પરમ તત્વ પરબ્રહ્મ પરમાત્મા તે બાવનની બહાર રહેલા છે. બાવન અક્ષર થી બનેલા નામવાળુ જગત તે પરમાત્માના આધારે રહેલું છે .તેથી યોગીઓ છ એ ચક્રોમાં રહેલી 50 પાંખડીઓનું ધ્યાન ધરે છે . સહસ્ત્રારનું એકજ ચક્ર છે,તેની સહસ્ત્ર પાંખડીઓ છે. તે પાંખડીઓમાં બાવન અક્ષર છે. તે બાવન અક્ષર થી બનતા તમામ નામરૂપ આખું જગત છે અર્થાત્ ત્રિલોક છે.

ભવાની દાસ કહે છે,,બાવન અક્ષર જો કોઇ એકનુ ધરે ધ્યાન,,
જોધાના પ્રતાપે ભણે ભવાની દાસ,
એ એક અક્ષરમા નામ,,

સંતો ભાઇ બોલે બાવન બારા એને નિરખે નિરખનહારા,,એને પરખનહારા

જાણીએ બાવનનો ઠાઠ માઠ,,
પાંચ તત્વ,,(૫)
ત્રણ ગુણ,,(૩)
પચ્ચીસ પ્રક્રુતિ,,(૨૫)
પાંચ ક્રમ ઇન્દ્રિયો,,(૫),હાથ પગ,નાક આખ જીભ અને કાન,,
પાંચ જ્ઞાનેન્દ્રિયો (૫) શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ
પાંચ પ્રાણ,(૫),,પ્રાણ,અપાન, વ્યાન,,ઉદાન,,સમાન,,

પાંચ ,,લોહી,,લાળ,મુત્ર, મળ ,વિર્ય


એમ આ આટલા પ્રકારનુ બાવનનુ શરિર બન્યું છે,,
એમા સુખરામ બાપા એ સરસ કહ્યું,,

બોલતા પુરૂષ ની બેહદ વાતુ,
પરખે કોઇ પરખનારો,,
સુખરામ કહે અસ્થિર મહેલમા
બોલે છે એ બાવન બારો,

Gujarati Religious by Jay Vora : 111870194
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now