હશે ગર્વ દિકરીના જન્મ પર માતા - પિતાને,
'દિકરી વ્હાલનો દરિયો' એમ માનનારને.
હોય અઢળક લાગણી દિકરીના દિલમાં,
પણ પરણે એટલે થાય પારકી સમાજમાં.
જાણે છે ભાઈ આપે દુઃખ માતા - પિતાને,
વિવશતા એની દેખાય ભીના ઓશિકામાં.
પિયર હતું એ થઈ જાય પારકું ક્ષણભરમાં,
સાસરિયા એના નથી ભલે એ જાય ચિતામાં.
નથી કોઈએ કહ્યું આજ સુધી સમાજમાં,
તું ઈચ્છે એ ઘર તારું જીવનભર દુનિયામાં.
કોઈ કહેતું નથી વહુને કે હક તારો છે આ ઘરમાં,
તું ઈચ્છે લઈ આવ માતા - પિતાને તુજ સંગમાં.
સેવા માતા - પિતાની ભલે હોય ભાઈની ફરજમાં,
પણ ઋણ તો એમનું છે તારા પણ જીવનમાં.
આંસુ જ જો ન લૂંછી શકે માતા-પાતાની આંખના,
કેવી રીતે ગર્વ કરે કોઈ દિકરીના અવતરવામાં.
લાવો સુધારો થોડો હવે તો સમાજમાં,
વહુના માતા - પિતા પણ રહેશે સંગાથમાં.
ન રાખો જીવનભર સાથે કંઈ જ વાંધો નથી,
બસ, થોડો સમય લઈ આવો એમને.....
દિકરીના વહુ તરીકેના ઘરમાં.....
મોકળાશ ભાઈ ભાભીને મળશે એમના સંસારમાં.
કદાચ, ક્યારેય ફરી કલેશ ન થાય જીવનમાં