દુનિયા એક તરફ અને મારો ભાઈ એક તરફ.
ચહેરાથી મજબૂત પણ દિલથી તો સાવ નરમ.
બહેન માટે ઢાલ સરીખો સદા હાજર મારો ભાઈ.
નાનો છે પણ ઘણો સમજદાર મારો વ્હાલો ભાઈ.
કયારેય પોતાની વાત કોઈને જ ના કહેતો પણ
અમારી વાતો ચહેરા જોઈ વાંચતો મારો ભાઈ.
સદા સંબંધોને માન આપતો ને નિભાવતો ભાઈ.
અમારો લાડલો,પપ્પાનો પડછાયો મારો ભાઈ.
ખમ્મા ખમ્મા મારાં લાખેણાં માડી જાયા વીરને.
ઘણું જીવો વીરા,સદા ખુશ રહો, હસતાં રહો.
"ભાવના,છાયા"