" આવતા ને જતા "
( ગઝલ )
રાહમાં એકલા એ મળે આવતા ને જતા.
કે નયન જોઈને હા ઢળે આવતા ને જતા.
ભીડ જામે ઘણી જોઈને ક્યાંક ને ક્યાંક તો;
થાય ભેગા બધા ના ટળે આવતા ને જતા.
લે મજા પ્રેમની એકલા એકલા આજ પણ;
કોઈ પાછા ભલા ના વળે આવતા ને જતા.
કોઈ જોતાં ન એ રીતથી સાચવી લે સમય;
આંસુને આંખમાં બસ દળે આવતા ને જતા.
પ્રેમમાં ફાવતા તોય Bન્દાસ આજે અમે;
ખાસ જો દુશ્મનો તો બળે આવતા ને જતા.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૫