# લાગણીઓ ની સફરે
મારે મન માતૃભાષા એટલે,
માં સાથે બોલાતી ભાષા..
મારે મન માતૃભાષા એટલે,
મિત્રો સાથે ઝગડવાની ભાષા..
મારે મન માતૃભાષા એટલે,
સંતાનોને વહાલ કરવાની ભાષા..
મારે મન માતૃભાષા એટલે..
જેને શીખવી ન પડે,
પણ માંના ધાવણ સાથે પીવાયેલી ભાષા...
સેજલ રાવલ.