જેમ લુપ્ત થઇ જતી સંસ્કૃતિ, પ્રજાતિને સાચવવા , તેના પ્રત્યે ગૌરવ જાગ્રત કરવા, આવનારી પેઢી ને તેનાથી વાકેફ કરવા, ઘણી વાર તેનો દિવસ ઉજવાય છે.આજ માતૃભાષા દિવસની ઉજવણી કરી ફરી તેના પ્રત્યે ગૌરવ વધારવા પ્રયત્ન થઈ રહ્યા છે .જે સારી બાબત તો છે જ.પણ સાથે મનોમંથનની વાત પણ ખરી કે આપણે જ આપણી માતૃભાષાની કેટલી હદે અવગણના કરી કે તેના પ્રત્યે પણ સંવેદના જગાડવી પડે ??? બીજી ભાષા તો જાણે આપણાં દિલો દિમાગ પર છવાઈ ગઈ!! ઇંગલિશ એટલે જાણે વટની ભાષા. કોઈ પર ઇમ્પ્રેશન જમાવાની ભાષા. જો તમે ઇંગ્લિશ અને ગુજરાતી બન્ને સરસ રીતે જાણતાં હોઉં અને ત્યારે,જરૂર જણાય ત્યાં જ ઇંગ્લિશ વાપરતાં હોઉં , બાકી સામેવાળાને ખબર પણ ન હોય કે તમે ઇંગ્લિશ પણ એટલું સરસ જાણો છો તે રીતે ગુજરાતીમાં જ વાતચીત કરતાં હોઉં તો , માતૃભાષાનું ગૌરવ રાખનાર તમારાથી વિશેષ બીજું કોઈ નથી.
બાકી મારા જેવા પણ ઘણાં છે હો કે જે ઇંગ્લિશ સરખું નથી બોલી શકતાં એટલે માતૃભાષાનો ઝંડો ફરકાવી માતૃભાષા દિવસની ઉજવણી કરી રહ્યા છે .બાકી જે દિવસથી A TO Z કમપ્લિટ તે દિવસ થી ગુજરાતી ને tata bye bye. હકીકતમાં તે માતૃભાષાને નહિ પણ પોતાની સાચી ઓળખ,લાગણી, સંવેદના ને છોડીને મુખવટો પહેરવા જઈ રહ્યા છે.
ધર્મિસ્ટા મહેતા