સાચી એક મિત્રતા જીવનમાં એમળી,
ઘાત એટલે જ તો સઘળી મારી ટળી.
દુશ્મનો તો સદા રાહ જોતા જ રહ્યા,
નિષ્ફળતા પર દોસ્તીની દુવા જ ફળી.
હારીને બેઠાં તા સઘળી બાજી જીવનની,
બસ દોસ્તીમાં જ જિંદગીએ બાજી મારી.
મૃત્યુ પણ એમ જ શરમાઈ ગયું કે જ્યારે,
દ્વાર પર દોસ્તોની દુવાઓ ટકરાઈ પડી.
દૌલત,શોહરત ને પ્રસિધ્ધિ માં ગરીબી મળી,
દોસ્તીની દુનિયામાં જ અમને અમીરી મળી.
ખાલી હાથે જ છોડાસે આ દુનિયા ખબર છે,
ઝોળી ભરાશે આંસુઓથી દોસ્તોની જાણ છે.
"પ્રાપ્તિ"
19/2/23...