*નિવૃત થયેલા મિત્રો ને સપ્રેમ*

*No Tension*

છોડી દ્યો આ બધું tension.
ખાઓ પીઓ જલસા કરો ,
મોજ થી ઉડાઓ pension.

હુકુમ ચાલે છે ત્યાં સુધી
કરી લ્યો હકુમત , ભાઈ.!!
પછી, બૈરા છોકરાઓ પણ
નહિ માને કોઈ suggestion.!!

ગુસ્સે થવાની ,ગુસ્સો કરવાની
ઉમર તો ગઈ હવે..!!
કોઈ સોરી કહે તો પણ ,
શાંતિથી કહેજો
No mention..!!

હાથમાં છે વહેવાર ત્યાં સુધી
રાખો બધુય હસ્તગત ,
પછી પાણી માટેય પૂછવું પડશે,
એવી થશે position..!!

શરતોમાં જીત્યો છું ને ,
શરતોમાં ઘણું હાર્યો છું..!!
હવે કહો જિંદગી ને ,
Don't apply any condition .!!

ગુમાવ્યું એનો ગમ ના કરો ,
મળ્યું છે એમાં મોજ કરો ,
કેમ કે , ક્યારે હાર્ટ બેસી જશે,
Without any mention ..!!

ક્યારેક પાપ કર્યા હોય તો
એનું કરી લેજો પ્રાયશ્ચિત..!!
ઈશ્વર ગુન્હા માફ કરી દેશે ,
Without any objection.!!

દોડ ધામ ચિંતા ઉતાવળ ,
મેલો અભરાઈ એ આ ભૂતાવળ,
બીપી , સુગર ને કહો રુક જાઓ,
આગળ નથી કોઈ permission..!! .

મુત્યુ આવે તો મરવાનું મજાથી ,
ડરવાનું નહિ ભગવાન ની સજાથી,
અને હસ્તે મોઢે હાલતા થઈ જવાનું ,
આપ્યા વગર કોઈ option..!!👏

Gujarati Thank You by mim Patel : 111860615

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now