રાધાએ
પરબિડિયુ
મોકલ્યું
ઉદ્ધવની સાથ
આવ્યું રુકમણિને હાથ
પરબિડિયાનો કાગળ લીધો હાથમાં
ખોલી વાંચવા નો કીધો પ્રયાસ
કાગળ તો હતો કોરોકટ્ટ
જોઈ બોલી અરે વહાલાં
પાગલ છે રાધાની જાત
બળ્યું કોરો કાગળ મોકલ્યો
તમે શું વાંચશો નાથ?
માધવે લીધો હાથમાં
ચાંપ્યો હૈયાની સાથ
ચુમ્યો અધરબેલડીથી
ટપ ટપ નેવાં ટપક્યા
રચાતી ગઈ અલગારી ભાત
હૈયાનું હતું ચિતરામણ
ને વચમાં લખેલું હતું
માધવ...માધવ....માધવ