સિધ્ધપુર'માં 'માતૃશ્રાદ્ધ'નું મહત્વ Part 2 🌷🌹💐❤️🙏🏻
---➖➖➖🕉️➖➖➖---
પુરાણોમાં એવી કથા છે કે દેવો અને મનુષ્યો સાથે જ રહેતા હતા. દેવોએ યજ્ઞાઆદિ પુણ્યકાર્યો કર્યા જેથી તેઓ સ્વર્ગના અધિકારી બન્યા. શુભકાર્યો કરનાર મનુષ્યો પણ સ્વર્ગસ્થ થવા લાગ્યા પાછળ રહી ગયેલાં મનુષ્યો માટે યજ્ઞા અને શ્રદ્ધા પ્રથા શરૂ થઈ અગ્નિ સ્વરૂપનું આહ્વાન કરી યજ્ઞા કરી મુક્તિની પ્રાર્થના કરાય છે. સુપાત્ર બ્રાહ્મણોને મિષ્ઠાન આદિભોજન કરાવવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ તે એક યજ્ઞા સ્વરૂપનું છે. ગાંધીજીએ દરેક કાર્યોને પ્રભુને અર્પણ કરવાના ભાવથી યક્ષની ઉપમાં આપેલી, જેમકે સેવાયજ્ઞા, શ્રમયજ્ઞા, નિદાનયજ્ઞા, ભક્તિયજ્ઞા, રાષ્ટ્રસેવાયજ્ઞા, વગેરે વગેરે.
માતૃશ્રાદ્ધ : દેવી ભાગવતમાં કહેવાયુ છે માં જગ દમ્બા નવમીનાદિવસે પૃથ્વિ ઉપર પ્રગટ થયા હતા આથી નવમી દિવસનું માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે.
માતૃઋણ પણ જીવનમાં અણમોલ છે. તેવી સ્મૃતિમાં શ્રાદ્ધપક્ષમાં પૂજન- યજ્ઞા- ભોજન-પ્રસાદ જે ક્રિયાઓ કરવામાં આવે છે તે માતૃતર્પણ કે શ્રાદ્ધમાં ગણવામાં આવે છે.
ભારતદેશમાં 'માતૃશ્રાદ્ધ' તર્પણનું એક જ મુખ્ય ધાર્મિક સ્થળ ગુજરાતનું સિદ્ધપુર ગણાય છે. અહિં પાટણ જીલ્લાના સિદ્ધપુરમાં બિંદુસરોવર આવેલું છે જે અનેક પવિત્ર મંદિરોથી ધાર્મિક સ્થળ તરીકે પ્રસિધ્ધ છે, જ્યાં ભારતભરનાં લોકો માતૃશ્રદ્ધા માટે આવે છે આને માતૃગયા તરીકે ઓળખાય છે.
અહિ શ્રી પરશુરામે પોતાની માતા રેણુકાનું શ્રાદ્ધ કરેલું અને નાભિસ્થાન પણ ગણવામાં આવે છે અહીં માત્ર માતૃશ્રદ્ધા જ થાય છે. તેવું વિધાન છે. અહીં આવેલ બિંદુસરોવર ભારતનાં પાંચ શ્રેષ્ઠ ધાર્મિક સરોવરોમાનું એક છે. જ્યા પહેલા કપિલમુનિનો આશ્રમ હતા. જ્યાં કદર્પઋષિએ અનેક વરસો સુધી તપશ્ચર્યા કરી હતી. કપિલ મુનિની અતિ તપશ્ચર્યાથી ભગવાન નારાયણ કદર્પૂ ઉપરનીકરુણાથી ભગવાનનાં નેત્રોથી અશ્રુઓનાં બિંદુઓ રતા સ્થળ ઉપર પડયા જેથી આને બિંદુસરોવર કહેવામાં આવે છે. આને માતૃમોક્ષ સ્થાન પણ કહેવાય છે. આ સ્થાન માતૃશ્રાદ્ધ માટે શ્રેષ્ઠ અને એકમાત્ર છે. આ બિંદુસરોવર સરસ્વતી નદિના કિનારે આવેલ છે.
'શ્રાદ્ધનો સમય બપોર-મધ્યાહ્ન સમય ગણવામાં આવે છે. સવાર અને સાંજનો સમય દેવતાઓના સમય કહેવાય છે મધ્યાહનનો સમય પિતૃઓનો ગણવામાં આવે છે. આથી શ્રાદ્ધનો સમય ૧૧ વાગ્યા પછી ગણવામાં આવે છે. ભગવાન કપિલ મુનિએ માતા દેવહૂર્તિને આ સ્થાને જ્ઞાાન આપીને વચન આપેલું કે આ સ્થાને જે માતૃશ્રાદ્ધ કરશે તેનો હું ઉદ્ધાર કરીશ. અહીં મોક્ષપીપળો આવેલો છે. જ્યાં પાણી રેડશે તેના પિતૃઓને મોક્ષ મળે છે. તેવું કથન છે. શ્રાદ્ધનો સમયને કુટુબ બેલા કહેવાય છે.
આર્યુવેદનો દૃષ્ટિકોણ: ભાદરવોએ શરદઋતુમાં આવે છે. જેને આર્યુવેદમાં રોગોની માતા તરીકે ઓળખાય છે. એવું કહેવાયા છે કે આ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે. જેણે આ ઋતુ રોગ વિનાની કાઢી તેનું વરસ નિરોગી નિકળ્યું તેવું ગણવામાં આવે છે. આથી આ ઋતુમાં તાવ વિગેરે પિતપ્રકોપનાં દિવસો ગણાય છે. પિતનાં શમન માટે દૂધ શ્રેષ્ઠ છે. આથી આ ઋતુમાં દુધની બનાવટો જેમકે ખીર-દુધપાક વિગેરે શ્રાદ્ધમાં જમવાનું વિધાન છે. શરિર એક પિંડ જ છે. બ્રહ્માંડ પણ એક પિંડ છે. અને પૃથ્વિ પણ એક પિંડ જ છે. આથી આ ઋતુમાં પિંડનું મહત્ત્વ પણ છે. આ ઋતુમાં નિરોગી રહેવાની વૈદિક પ્રાર્થના પણ છે જેમાં 'શત્જિવેમ શરદ' આવે છે.