આજ સુધી જે મારી પાછળ પાછળ,
દોડતી એ આજે મોટી થઈ ગઈ...
મારી આંગળી પકડી જે ચાલતી લાડકી,
આજે કોઈનો હાથ ઝાલી ચાલી જશે...
મારાં બગીચામાં કળીમાંથી ફૂલ બનેલી,
લાડકી કોઈનો બાગ શોભાવવા ચાલી જશે..
મારાં કાળજાનો કટકો મારી લાડકી,
આજે માયા છોડીને ચાલી જશે...
કેમ કરું એને મારાથી અળગી ભગવાન?
મારાં હોઠોં પરનું સ્મિત આજે ચાલી જશે..
ઘોડો બનીને રમાડી, ખભે બેસાડી ફેરવી,
આજે બસ યાદ છોડીને ચાલી જશે...
ફેરા ફરતો એને હું જોઈ રહયો,
મનોમન આશિષ દીકરીને આપતો રહ્યો..
કરી એનાં દાન ધન્યતા અનુભવતો રહયો,
એનાં સુખી સંસાર માટે દુવા કરતો રહ્યો..
દીકરીને રડતી જોઈ હું તૂટતો રહયો,
એક ખૂણામાં ઊભો આંખો લૂછતો રહયો...
મારી ઢીંગલીની મીઠી યાદો યાદ કરતો રહયો,
બધાંથી છૂપાઈને પોતાની જાતને સંભાળતો રહયો..
બગીચાનું વૃક્ષ એક ડાળી છૂટી પડતી જોઈ રહયો,
દીકરીની વિદાયની અસહ્ય વેદના સહેતો રહયો.
-Bhavna Chauhan